વસંત ઋતુ

નમસ્કાર મિત્રો
ગ્રુપ માં સ્વાગત છે
સૌપ્રથમ વસંત પંચમી ની શુભકામનાઓ💐
આમ તો તમને ખ્યાલ આવી ગયો હશે કે હેમંત - શિશિર (એટલે કે શિયાળા) પછી હવે વસંત ઋતુ શરૂ થવાની છે.. વાતાવરણ માં પણ મિક્સ ઋતુ ચાલુ થઈ ગઈ છે. આગામી ૧૫ દિવસ ઠંડી - ગરમી વધ ઘટ થયે રાખશે.
વસંત ઋતુ માં શું ખાવું પીવું એની ઇમેજ હું મૂકીશ, હાલ માં વસંત ઋતુ ની સામાન્ય ચર્ચા કરવાની જરૂર છે. જે ભૂલો થાય છે એ અટકાવવાની જરૂર છે. 

* આ મિક્સ સીઝન માં વાઇરસ વધી રહ્યા છે. જો તમારી દૃષ્ટિ હોય તો કુદરત માં આ ફેરફાર દેખાશે. નાની જીવાતો, મચ્છર માં વધારો થશે. કફ પ્રધાન રોગો વધી શકે છે
* કમસેકમ હોળી સુધી જણાવવામાં  આવેલા ફેરફાર કરવા . હોળી માં જે ખાઈએ છીએ એ માત્ર હોળી નાં દિવસે ખાવાનું નથી. ધાણી, મમરા, દાળિયા, ખજૂર અત્યાર થી ચાલુ કરવા. સિંગપાક, તલપાક, અળદિયા અને એવી શિયાળાની વાનગીઓ ઓછી કરતા જવી
* શિયાળા માં જે ભર પેટ ખાતા હતા એ ઓછું કરતા જવું. પેટ હળવું જ રેહવું જોઈએ
* પાણી ગરમ પીવું
* જમ્યા પહેલા આદુ હળદર નો રસ લેવો
* દિવસે  સૂવાની સખ્ત મનાઈ છે
* કસરત કરવાની અને લોટ થી નાહવાની યોગ્ય ઋતુ છે.
* હોળી આવે ત્યાં સુધી માં વચ્ચે ગરમી પણ પડશે. *એમાં કોઈ પણ પ્રકારના ઠંડીનાં ઉપાય કરવા નહિ*. ગરમી માં પણ ગરમી જ આપવી. AC વાપરવું નહિ
* આ દરમ્યાન સિઝનલ ફળો ધંધાકીય લાભ માટે સીઝન પહેલા આવવાના ચાલુ થય જશે. તરબૂચ, સાકરતેટી વગેરે નાં ખાવા, એ ઉનાળા માં ખાવાના ફ્રૂટ છે.
કુદરત નાં ફેરફાર સાથે તાલમેલ કરી ઋતુરાજ વસંત નો આનંદ ઉઠાવો અને આવતા તહેવારો  એવી શુભકામનાઓ


 - વૈદ્ય હેમલકુમાર ડોડિયા

Stay Connected For More "Stay Healthy"
follow us on

Instagram:  https://instagram.com/hem_aayu
Face Book: https://www.facebook.com/aayushyam
Youtube: https://www.youtube.com/@aayushyam
Blogspot:    https://aksha7.blogspot.com/

Comments

Popular posts from this blog

વર્લ્ડ કેન્સર ડે 2025

વર્ડ એન્વાયરમેન્ટ ડે

स्वास्थ्य का शॉटकट