વસંત ઋતુ
નમસ્કાર મિત્રો ગ્રુપ માં સ્વાગત છે સૌપ્રથમ વસંત પંચમી ની શુભકામનાઓ💐 આમ તો તમને ખ્યાલ આવી ગયો હશે કે હેમંત - શિશિર (એટલે કે શિયાળા) પછી હવે વસંત ઋતુ શરૂ થવાની છે.. વાતાવરણ માં પણ મિક્સ ઋતુ ચાલુ થઈ ગઈ છે. આગામી ૧૫ દિવસ ઠંડી - ગરમી વધ ઘટ થયે રાખશે. વસંત ઋતુ માં શું ખાવું પીવું એની ઇમેજ હું મૂકીશ, હાલ માં વસંત ઋતુ ની સામાન્ય ચર્ચા કરવાની જરૂર છે. જે ભૂલો થાય છે એ અટકાવવાની જરૂર છે. * આ મિક્સ સીઝન માં વાઇરસ વધી રહ્યા છે. જો તમારી દૃષ્ટિ હોય તો કુદરત માં આ ફેરફાર દેખાશે. નાની જીવાતો, મચ્છર માં વધારો થશે. કફ પ્રધાન રોગો વધી શકે છે * કમસેકમ હોળી સુધી જણાવવામાં આવેલા ફેરફાર કરવા . હોળી માં જે ખાઈએ છીએ એ માત્ર હોળી નાં દિવસે ખાવાનું નથી. ધાણી, મમરા, દાળિયા, ખજૂર અત્યાર થી ચાલુ કરવા. સિંગપાક, તલપાક, અળદિયા અને એવી શિયાળાની વાનગીઓ ઓછી કરતા જવી * શિયાળા માં જે ભર પેટ ખાતા હતા એ ઓછું કરતા જવું. પેટ હળવું જ રેહવું જોઈએ * પાણી ગરમ પીવું * જમ્યા પહેલા આદુ હળદર નો રસ લેવો * દિવસે સૂવાની સખ્ત મનાઈ છે * કસરત કરવાની અને લોટ થી નાહવાની યોગ્ય ઋતુ છે. * હોળી આવે ત્યાં સુધી માં વચ્ચે ગરમી પણ ...