Posts

Showing posts with the label Health

વસંત ઋતુ

Image
નમસ્કાર મિત્રો ગ્રુપ માં સ્વાગત છે સૌપ્રથમ વસંત પંચમી ની શુભકામનાઓ💐 આમ તો તમને ખ્યાલ આવી ગયો હશે કે હેમંત - શિશિર (એટલે કે શિયાળા) પછી હવે વસંત ઋતુ શરૂ થવાની છે.. વાતાવરણ માં પણ મિક્સ ઋતુ ચાલુ થઈ ગઈ છે. આગામી ૧૫ દિવસ ઠંડી - ગરમી વધ ઘટ થયે રાખશે. વસંત ઋતુ માં શું ખાવું પીવું એની ઇમેજ હું મૂકીશ, હાલ માં વસંત ઋતુ ની સામાન્ય ચર્ચા કરવાની જરૂર છે. જે ભૂલો થાય છે એ અટકાવવાની જરૂર છે.  * આ મિક્સ સીઝન માં વાઇરસ વધી રહ્યા છે. જો તમારી દૃષ્ટિ હોય તો કુદરત માં આ ફેરફાર દેખાશે. નાની જીવાતો, મચ્છર માં વધારો થશે. કફ પ્રધાન રોગો વધી શકે છે * કમસેકમ હોળી સુધી જણાવવામાં  આવેલા ફેરફાર કરવા . હોળી માં જે ખાઈએ છીએ એ માત્ર હોળી નાં દિવસે ખાવાનું નથી. ધાણી, મમરા, દાળિયા, ખજૂર અત્યાર થી ચાલુ કરવા. સિંગપાક, તલપાક, અળદિયા અને એવી શિયાળાની વાનગીઓ ઓછી કરતા જવી * શિયાળા માં જે ભર પેટ ખાતા હતા એ ઓછું કરતા જવું. પેટ હળવું જ રેહવું જોઈએ * પાણી ગરમ પીવું * જમ્યા પહેલા આદુ હળદર નો રસ લેવો * દિવસે  સૂવાની સખ્ત મનાઈ છે * કસરત કરવાની અને લોટ થી નાહવાની યોગ્ય ઋતુ છે. * હોળી આવે ત્યાં સુધી માં વચ્ચે ગરમી પણ ...

રેકી અને આયુર્વેદ

Completed REIKI Level 1. Amazing spiritual experience with Great Grand Master Res. Sweta Desai (Angel's Whisper - 9924082222 ). વાત ચિકિત્સાથી કરીએ प्रशाम्यत्यौषधैः पूर्वो दैवयुक्तिव्यपाश्रयैः । मानसो ज्ञानविज्ञानधैर्यस्मृतिसमाधिभिः॥ ચરક સંહિતા સૂત્ર ૧ એટલે કે શારીરિક વ્યાધિ માં પણ  વૈદ્ય એ ઔષધની સાથે " દૈવ વ્યપાશ્રય " ચિકિત્સા કરવી એટલે કે મંત્ર, ઔષધિ ધારણ, રત્ન, મંગલાચરણ, સ્વસ્તિવાચન, યજ્ઞ, ઉપવાસ વગેરે ચિકિત્સાનો ઉપયોગ કરવો. (तत्र दैवव्यपाश्रयं-  मन्त्रौषधिमणिमङ्गलबल्युपहारहोमनियमप्रायश्चित्तोपवासस्वस्त्ययनप्रणिपातगमनादि, युक्तिव्यपाश्रयं-  पुनराहारौषधद्रव्याणां योजना, सत्त्वावजयः- पुनरहितेभ्योऽर्थेभ्यो मनोनिग्रहः। ચરક સંહિતા સૂત્ર ૧૧) માનસિક રોગો માં તો સ્પષ્ટ જ છે કે જ્ઞાન, વિજ્ઞાન, ધૈર્ય, સ્મૃતિ, સમાધિ ચિકિત્સાનો ઉપયોગ કરવો.  અહીં એટલું તો સ્પષ્ટ છે કે દવા સિવાય પણ ઘણી ચિકિત્સા કરવાની હોય અથવા વધુ સ્પષ્ટ કેહવું હોય તો ચિકિત્સામાં દવા આપવા ઉપરાંત પણ ઘણું કામ થઈ શકે છે.  આ બધી ચિકિત્સાનાં પ્રાણશક્તિ, મન, આધ્યાત્મિકતા પર સકારાત્મક ફેરફાર થતાં હોય છે. જ્યારે...

મોજ-એ-દરિયા | “મોજ v/s આનંદ” - પાર્ટ 1

  “ મોજ v/s આન ંદ ” " મજા ક ્યાંથી લ ેવી એ પણ એક હેલ્થી   સ ્કિલ છ ે . .! "   ન્યૂટનનો પહેલો નિયમ કહે છે કે “જ્યાં સુધી વસ્તુ પર બાહ્ય બળ   ના લાગે ત્યાં સુધી વસ્તુ જે સ્થિતિમાં ( સ્થિર હોય તો સ્થિર અને ગતિમાન હોય તો ગતિમાન)   રહેશે...” આ વસ્તુ પરનો નિયમ માણસ, મન, વિચારસરણી અને આપણા જીવન પર પણ એટલો જ લાગુ પડે છે.. આપણે આપણું જીવન જીવીએ જ છીએ પણ આપણી વિચારધારા અને આપણાં   દૃષ્ટિકોણ થી.. પણ જીવનમાં અમુક બનાવો બને અથવા કોઈ સારું પુસ્તક મળે કે કોઈ જ્ઞાની મળે તો ચોક્કસ આ વિચારધારા અને દૃષ્ટિકોણ, ને એકંદરે જીવન બદલાય છે. ટૂંકમાં, આપણે આપણાં જીવન, આપણી   દિશા, વિચારો, કાર્ય   ને “ AS A THIRD   PERSON ”   જોવું પડે, નહીં તો વર્ષો જીવ્યા પછી છેલ્લે જ્ઞાન થાય ને “હવે જીવનમાં વર્ષો બચ્યા જ કેટલા?” અથવા   “ अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत ” નો ભાવ જાગે..   આજનો આ આર્ટીકલ પણ આવો જ “એક વિચાર” છે.. બને એટલા સરળ શબ્દો માં લખેલ છે છતાં જરૂર પડે 2 વાર વાંચજો. મારો દાવો છે કે આ તમારા જીવનમાં અને અભિગમ માં ચોક્કસ બદલાવ આવશે.. ...