વર્ડ એન્વાયરમેન્ટ ડે

પર્યાવરણ: પરિ એટલે કે ચારે બાજુ, આવરણ એટલે સ્તર. ટૂંકમાં આપણે જીવીએ છીએ એની આજુબાજુની બધી જ વસ્તુ અને વાતાવરણ  એટલે પર્યાવરણ. 
5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે આપને આટલા બદલાવ નક્કી કરીએ અને સ્વસ્થ ભવિષ્ય નું નિર્માણ કરીએ.
1. ડેડ ફૂડ, જે ખાદ્ય  પદાર્થો પેકેટ/બોટલમાં મળે છે એ બધાનો ત્યાગ કરીશ. 
2. લાઈવ ફૂડ, કુદરતમાંથી મળતા સીધા ખાદ્ય પદાર્થો એટલે કે શાકભાજી ફળફળાદીનો ઉપયોગ કરીશ. રાંધીને બનાવતા ખાદ્યનો વાસી થયા પહેલા તાત્કાલિક ઉપયોગ કરીશ.
3. ઘરમાં હોય એટલી જગ્યામાં ફૂલ, છોડ અને શાકભાજી વાવીશ. (Kitchen/terrace garden)
4. આઉટિંગ માટે માનવ સર્જિત પર્યાવરણ એટલે કે મોલ, સિનેમા, બિલ્ડીંગો અને પોલ્યુશન વાળી જગ્યા નો ઓછામાં ઓછો ઉપયોગ એના બદલે કુદરતી પર્યાવરણ એટલે કે ખુલ્લુ વાતાવરણ, જમીન , નદી, વૃક્ષો, ગાર્ડન, અગાસીનો વધુમાં વધુ ઉપયોગ કરીશ.
5. મારા જીવન માં મારાથી ઉત્સર્જિત જેટલો કચરો કે pollution છે એનાંથી પર્યાવરણ ને ઓછા માં ઓછું નુકશાન કેમ થાય એ વિચારીશ અને એને લગતા ઉપાયો અપનાવીશ.
6. મારા જીવનમાં જેટલી "કુદરત" છે એનાથી  હજુ થોડી વધારીશ. 

Comments

Popular posts from this blog

વર્લ્ડ કેન્સર ડે 2025

स्वास्थ्य का शॉटकट