રેકી અને આયુર્વેદ
Completed REIKI Level 1.
Amazing spiritual experience with Great Grand Master Res. Sweta Desai (Angel's Whisper - 9924082222 ).
વાત ચિકિત્સાથી કરીએ
प्रशाम्यत्यौषधैः पूर्वो दैवयुक्तिव्यपाश्रयैः ।
मानसो ज्ञानविज्ञानधैर्यस्मृतिसमाधिभिः॥ ચરક સંહિતા સૂત્ર ૧
એટલે કે શારીરિક વ્યાધિ માં પણ વૈદ્ય એ ઔષધની સાથે "દૈવ વ્યપાશ્રય" ચિકિત્સા કરવી એટલે કે મંત્ર, ઔષધિ ધારણ, રત્ન, મંગલાચરણ, સ્વસ્તિવાચન, યજ્ઞ, ઉપવાસ વગેરે ચિકિત્સાનો ઉપયોગ કરવો. (तत्र दैवव्यपाश्रयं- मन्त्रौषधिमणिमङ्गलबल्युपहारहोमनियमप्रायश्चित्तोपवासस्वस्त्ययनप्रणिपातगमनादि, युक्तिव्यपाश्रयं- पुनराहारौषधद्रव्याणां योजना, सत्त्वावजयः- पुनरहितेभ्योऽर्थेभ्यो मनोनिग्रहः। ચરક સંહિતા સૂત્ર ૧૧) માનસિક રોગો માં તો સ્પષ્ટ જ છે કે જ્ઞાન, વિજ્ઞાન, ધૈર્ય, સ્મૃતિ, સમાધિ ચિકિત્સાનો ઉપયોગ કરવો.
અહીં એટલું તો સ્પષ્ટ છે કે દવા સિવાય પણ ઘણી ચિકિત્સા કરવાની હોય અથવા વધુ સ્પષ્ટ કેહવું હોય તો ચિકિત્સામાં દવા આપવા ઉપરાંત પણ ઘણું કામ થઈ શકે છે. આ બધી ચિકિત્સાનાં પ્રાણશક્તિ, મન, આધ્યાત્મિકતા પર સકારાત્મક ફેરફાર થતાં હોય છે. જ્યારે આપણ ને લાગે છે કે દવા એકલી કામ કરી રહી છે. એટલે જ આ ઘણાનાં અનુભવમાં આવ્યું હશે કે એક વૈદ્યથી નાં મટતો રોગ એ જ દવાથી બીજા વૈદ્ય પાસે મટી જતો હોય!
તમે દર્દી ને જીવતા શીખવાડી નાં શકો, જીવતાને જીવંત નાં બનાવી શકો, Gratitude નો Attitude નો લાવી શકો તો પંચભૈતિક કેમિકલ આપી આપી ને બધાના તાવ, શરદી, ઝાડા, ઊલટી, બીપી વગેરે ને દબાવ દબાવ કરવાનો શું મતલબ?
આયુર્વેદમાં આ ઉપરાંત સત્વાવજય, સદવૃત, આચાર રસાયન, અદ્રવ્યભૂત ચિકિત્સા વગેરે અલગ અલગ સ્થાને વર્ણિત ચિકિત્સાઓ માં આચાર્યો તો સ્પષ્ટ જ હતા કે ફીઝીકલ ફોર્મ માં દવા આપવા ઉપરાંત વૈદ્યને ઘણાબધા કૌશલ, ગુણ, કૃતજ્ઞતા ભાવની અને ઘણી રીત, ઉપાયો અને પદ્ધતિઓની જરૂર હોય છે. આ બધું પોતાની "અક્ષ"-ઇન્દ્રિયો - senses ખુલ્લી અને મન મુક્ત રાખો એટલે અનુભવ માં આવતું જાય..
એટલે તો ચરક કહે છે કે
भिषग्बुभूषुर्मतिमानतः स्वगुणसम्पदि ।
परं प्रयत्नमातिष्ठेत् प्राणदः स्याद्यथा नृणाम् ॥ ચરક સંહિતા સૂત્ર ૧/૧૩૩ એટલે કે
"વૈદ્ય બનવાની ઈચ્છા વાળા બુદ્ધિમાન વ્યક્તિ એ સ્વગુણ સંપદ - એટલે કે પોતાના ગુણ- skills ની સંપત્તિ માં વધારો થાય એ માટે પરમ પ્રયત્ન કરવો, જેથી વધુ પ્રાણ દાયક બની શકે..."
ઉપાય: આ માટે તમારા લાગતા શાસ્ત્રો, ગ્રંથો, સાહિત્ય, આપ્તો, વડીલો અને અનુભવો નો ઉપયોગ કરી અભ્યાસ કરી પોતાના ગુણ માં વૃદ્ધિ કરવી. ઘણી વાર આટલા કરવા છતાં ગતિ અટકાઈ જતી હોય છે, એ પછી મૂળભૂત સિદ્ધાંતો સમાન હોય એવા परतन्त्रावलोकनम् એટલે કે બીજા શાસ્ત્રોનો અભ્યાસ કરવો કે જેથી નવો દૃષ્ટિકોણ મળે અને એકંદરે તમારા પોતાના શાસ્ત્રની પકડ મજબૂત થાય. પછી ફરીથી સ્વશાસ્ત્ર નો અભ્યાસ કરવો. આ સમાપ્ત નાં થાય એવું "જ્ઞાનચક્ર" છે..
રેકી: પરમાત્મા દ્વારા આપણે ને અમૂલ્ય મૂળભૂત જરૂરતો પ્રાપ્ત છે જેમ કે હવા, પાણી, જમીન, પ્રકાશ. આવી જ એક દેન જેને "પ્રાણશક્તિ" કે "જીવન શક્તિ" તરીકે આપણે ઓળખતા હોય છે. જો આ બાબતે તમે "સજાગ" હોવ તો તમે આ શક્તિને બીજાને આપવા માં માધ્યમ - ચેનલ બની શકો. REI: Universal or Spiritual wisdom, KI: Life energy. જેમ તમારી પાસે પાણી નો કૂવો છે તો બીજાને તમે પાણી પીવા આપી શકો એવી જ રીતે આ શક્તિ ને "इस हाथ ले, उस हाथ दे" સિદ્ધાંત થી જરૂરિયાત વાળા ને આપી શકો. આ પરમાત્માની પ્રાણ શક્તિ હોવાથી નેગેટિવ રીતે વાપરી શકાતી નથી. કામ કુદરતી હોવા છતાં પાત્રતા કેળવવા માટે Grand Master(આ અનુભવ દેનાર ગુરુ પર ઘણો આધાર છે) તમને sessions(જેટલા સેશન વધુ એટલો અનુભવ વધુ) માં તૈયાર કરે છે. ઉચ્ચ કૃતજ્ઞ ભાવ(Gratitude) સાથે આનાં અનુભવ અને કુશળતા મા વૃદ્ધિ થાય છે. વધુ નહિ જણાવું સ્વાનુભવ માં મજા છે...
અનુભવ: વર્ષોથી આ શક્તિઓ આપણી વચ્ચે જ હતી અને અલગ અલગ ધર્મની પુજા- પ્રાથના ઉપરાંત યોગ, મુદ્રા, ધ્યાન માં આનો ઉપયોગ માણસ કરતો આવ્યો છે. ધાર્મિક અને સામાજિક રિવાજોને પણ સમજવાનો એક દૃષ્ટિકોણ મળ્યો છે. રેકી ચિકિત્સા વિષે સમજ્યા જાણ્યા પછી મારા દર્દી સાથે પરામર્શ માં સ્પષ્ટ ફેરફાર અનુભવી શકું છું. ફરીથી વધુ નહિ જણાવું સ્વાનુભવ માં મજા છે...
આપનું જીવન આનંદમય બને.
આભાર.
વૈદ્ય હેમલકુમાર ડોડિયા 'અક્ષ'
આસિસ્ટન્ટ પ્રોફસર
સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ
વડોદરા
Comments
Post a Comment