જમ્યા પછી ચાલનારને ચેતાવણી insta

હેલ્થ કોન્શિયસ કહેવાતો એક વર્ગ એવો છે જે જમ્યા પછી ચાલવા નીકળી પડે છે અને આને બહુ હેલ્થી આદત માને છે. અને આની પુષ્ટી માટે "આયુર્વેદ માં તો કીધું છે..." નો સહારો તો કોઈ પણ લઈ લે છે(જેને "આયુર્વેદ" ના "અ" ની પણ ખબર ન હોય).
ટૂંકમાં આ બહુ ગંભીર આદત છે, આ આદત વાળાને બહુ નાની ઉંમરમાં હાડકા, સાંધા અને સ્નાયુ ના રોગો થતા હજારો દર્દીના પ્રત્યક્ષ અનુભવ મળે છે. આ ઉપરાંત આમવાત, ગઠિયો વા, ચામડીના રોગો અને પેટના રોગો થઈ શકે છે. વજન, ડાયાબિટીસ, બીપી અને કોલેસ્ટરોલ પણ વધી શકે છે. ચાલવા વાળા ને પણ આ જ પ્રશ્ન હોય છે કે હું તો આટલું ચાલુ છું,આટલી હેલ્થી લાઇફસ્ટાઇલ છે તો કેમ આવા રોગો મને થયા?
તો ચાલો હકીકતમા આયુર્વેદ માં શું કીધું છે? આમાં શું ફેરફાર કરવા? મહત્તમ સ્વાસ્થ્ય લાભ કેમ લેવો એની ચર્ચા કરીએ

ચાલવું એ વ્યાયામ છે અને વ્યાયામ હંમેશા ખાલી પેટે થાય. જમ્યા પછી બધા જ પ્રકારના વ્યાયામ નો ત્યાગ કરવો

ખોરાક ખાવાથી પાચન તંત્ર એક્ટિવ થાય છે. ખાધેલા ખોરાકની વ્યવસ્થિત સ્થિતિ રાખવાનું, અલગ અલગ સમયે અલગ અલગ પાચક સ્ત્રાવો અને હોર્મોન નો સ્ત્રાવ કરવાનું, ખોરાક ને પાચનના વિવિધ તબક્કાઓમાં લઈ જવાનું, પચેલા ખોરાકમાંથી કામનો સાર ભાગ લોહીમાં પહોંચાડવાનું, બચેલા નકામા ભાગમાંથી મળો બનાવવા અને આનાથી પણ જટિલ કામો જમ્યા પછી ચાલુ થઈ જતા હોય છે

આથી જમ્યા પછી આપણા શરીરમાં રક્તનો પ્રવાહ પેટ તરફ સૌથી વધુ હોય છે. ત્યાં સુધી કે સૌથી વધુ રક્ત પ્રવાહની ખપત કરતું મગજ ને પણ લોહી પ્રમાણમાં થોડું ઓછું મળે છે, આથી તો ભારે ખાધા પછી ધેનની અનુભૂતિ થાય

જમ્યા પછી ચાલવા થી કે કોઈપણ વ્યાયામ કરવાથી રક્તનો પ્રવાહ જે તે અંગના સ્નાયુ વગેરે ભાગોમાં જવા લાગે છે. જેની પેટમાં જરૂર છે. આની અસરથી પાચનનું કામ નબળું પડે છે. ખોરાકમાંથી જે પાકવા સાર ભાગ બની લોહીમાં ભલવો જોઈએ એના બદલે કાચો ચીકાસ વાળો ભાગ લોહીમાં ભળે છે અને એના પછી એ સ્નાયુ હાડકા વગેરે સુધી પહોંચે છે. આથી ચાલવા છતાં આપણી મુશ્ક લો સ્કેલેટન સિસ્ટમ નબળી પડતી જાય છે

આમ જમ્યા પછી ચાલવાથી આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમ અને મુસ્કુ લો સ્કેલેટન સિસ્ટમ બંનેને નબળા પાડી રહ્યા છીએ

ઘણા ના શુભ વિચાર એવા હોય છે કે જમ્યા પછી ચાલીને ખાધેલું પાચાવવું તો જોઈએ જ ને
સમાધાન: જમ્યા પછી ચાલીને પચાવવું પડે એ તો રોજે રોજની દહાડી કરતા હોય એવું થયું. પેહલા તો પેટમાં એટલું ભરવું જ નહીં કે પાચનતંત્રની જવાબદારી આપણે પોતે ઉપાડવી પડે. ચાલો નહીં તો પણ શરીર એના સમયે પચાવવાનું તો છે જ, વહેલું ખાલી કરી શરીર બગાડવાનો કોઈ અર્થ નથી.

આર્યુવેદ એમ કહે છે કે વ્યાયામ્બલ એટલું હોવું જોઈએ કે જે ખાવું એ પચી જ જાય. એના માટે વ્યાયામ ના નિયમો અનુસાર વ્યાયામ કે ચાલવાનું રાખવું પડે.

કરવાનું શું છે?
જમ્યા પછી પાંચ મિનિટ રાજાની જેમ બેસવાનું છે.
પછી સતપાદ ગમન અથવા શતપાવલી એટલે સો ડગલાં ચક્રમન કરવાનું છે ચક્રમળ એટલે બહુ જ ધીમી સ્પીડથી શાંતિથી ચાલવું. લટર મારતા હોય એ રીતે.

આથી જમીને ચાલવાનું નથી પણ ગણીને 100 ડગલાં શાંતિથી લટા મારવાની છે. આ માટે ઘરેથી 50 ડગલાં જવાનું છે અને પાછા આવવાનું આમાં લાગતો મહત્તમ સમય 1.52 મિનિટનો હશે.

ચાલવાનો સમય કયો?
વ્યાયામનો જે સમય છે સવારનો એ આદર્શ સમય છે ચાલવા માટે પણ કોઈ કારણોસર આવી દિનચર્યા આ સેટ ના થતી હોય તો સાંજે ખાલી પેટે ચાલી શકાય

જમવામાં અને ચાલવામાં કેટલો સમયનો અંતર રાખવું?
સામાન્ય રીતે જ્યાં સુધી જઠરમાં ખોરાક હોય ત્યાં સુધી ચાલવું કે વ્યાયામ કરવું નહિ. સામાન્ય ભોજનમાં આ સમય ચારથી છ કલાકનો હોય વધુ ભારે ભોજનમાં આ સમય વધી શકે છે ફળફળાદીમાં આ સમય ઘટી શકે છે

Comments

Popular posts from this blog

વર્લ્ડ કેન્સર ડે 2025

વર્ડ એન્વાયરમેન્ટ ડે

स्वास्थ्य का शॉटकट