એક સત્ય વૈદકિય અવલોકન fb
બે દિવસ પહેલા મારે વડોદરાથી દિલ્હી જવાનું થયું હોય રાતે નવ વાગે રાજધાની ટુ ટાયર એસી મા ટિકિટ હતી. મારી સામેની અને બાજુની બર્થ માં બે ગુજરાતી પરિવાર ફરવા જઈ રહ્યા હતા. બંને પરિવાર સુખ સંપન્ન અને વેલ એજ્યુકેટેડ હતા. એમાંથી એક પરિવાર ની છ વર્ષની દીકરી હતી. ઓબ્વીઅસ્લી દીકરી સ્માર્ટ, ક્યૂટ અને વેલ મેનર્ડ હતી. પણ પહેલા જ નિરીક્ષણમાં એના દાંત અને ચેહરાની ત્વચા પર સ્પષ્ટ વિકૃતિ દેખાતી હતી, કોઈ સરળતાથી કહી શકે કે કૃમિ- કરમીયા હશે. (આયુર્વેદમાં રોગીની પરીક્ષા- examination હોય એમાં દર્દીને પ્રશ્ન પૂછતા પહેલા પણ દર્દીના દેખાવ, શરીર પ્રમાણ, ચાલ, હાવભાવ, બલ વર્ણ વગેરેથી "દર્શન પરીક્ષા" કરવાની હોય. સરકારી આયુર્વેદ દવાખાના અને હોસ્પિટલમાં હવે દર્દીઓની ખાસ્સી ભીડ રહેતી હોય છે અને એક દર્દી દીઠ દેવાતો સમય પણ ઓછો હોય ત્યારે આ પરીક્ષા ખૂબ કામમાં આવે. લોકોની વચ્ચે સાવ નવરાશ હોય એવો સમય આમ તો મળે નહીં પણ પણ આવો સમય મળે તો માત્ર દર્શન પરીક્ષાનો હું મહાવરો કરતો હોવ, જેમકે જે તે અજાણી વ્યક્તિનો સ્વભાવ, લાઈફ સ્ટાઈલ, પેટ કેવું હશે? નિદાનો કેવા હશે? અજીર્ણ ક્યુ હશે? ક્યાં રોગો હશે? ભવિષ્યમાં કયા રોગો થવાની સંભાવના હશે?) ટ્રેનમાં હજુ જમવાનું આવ્યું નહોતું, એની પેહલા જ મમ્મીએ કહી દીધું કે બેબી ને દહીં બહુ ભાવે છે ને તો એક્સ્ટ્રા દહીં લઈ દઈશ.
બંને પરિવારે નોનવેજ ફૂડ ઓર્ડર આપેલો. રાત્રે 10 વાગે, નોનવેજ ફુડ સાથે 2 ડબ્બી એક્સ્ટ્રા દહીં. અને ભોજન પૂરું થતાં જ આઈસ્ક્રીમ. મારા મગજ ની AI(OI)(Artificial (original) Intelligence!) માં આખું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. રાત્રે શાંતિ થી સુઈ ગયા. સવારે ફરીથી આમલેટ અને માઝા આવી. થોડી વાર પછી દીકરી એ પિંડિકોદ્વેષ્ટન - પિંડીમાં - કાફ મસલ્સ માં દુખાવાની ફરિયાદ કરી. મમ્મીએ ફરવા જવાના સામાનમાંથી કોમ્બીફ્લેમ સીરપ શોધવાનો પ્રયત્ન કર્યો પણ ના મળી એટલે કાલપોલ સીરપ આપી, વહાલ કર્યું. માતાના ચહેરા પર સંતોષ અને ગર્વ હતો કે સંતાનની સંભાળ વ્યવસ્થિત રાખી રહી છે...
સમાપ્ત...
વૈદકિય તર્કવિતર્ક:
* આ 12 કલાકની મુસાફરીમાં એકવાર થયેલ નાસ્તા ઓફર ને ના પાડવા સિવાય બીજો કોઈ વાર્તાલાપ મારે થયેલ નથી. ઘણીવાર જ્ઞાનના ના કારણે તમારા ચક્ષુમાં (વિઝન) લોકો ન જોઈ શકતા હોય એ પણ સ્પષ્ટ દેખાતું હોય. પણ માત્ર સાક્ષીભાવ રાખી द्रष्टा पश्यति हि क्रियाः પ્રમાણે સુખ દુઃખ રાગ દ્વેષની ભાવના માં આવ્યા વિના જોયે રાખવાનું. વળી આપ્તોના વાક્યો પ્રમાણે જ્યાં સુધી કોઈ સલાહ ન માંગે ત્યાં સુધી આપવી નહીં આનાથી વૈદ્ય અને આયુર્વેદ નું માન સન્માન ઉચ્ચ સ્થાને રહે છે. દર્દી રોગ દૂર કરવા માટે આતુર હોય તો ચિકિત્સા કરવી.
* પહેલો પ્રશ્ન મને એ આવ્યો કે એવો કયો ગુજરાતી પરિવાર હશે જેને રાતે દહીં ન ખાવાનું; દહીં, માંસ આઈસ્ક્રીમ વગેરે વિરુદ્ધ આહાર ભેગા ન કરવાનું જ્ઞાન દાદી દાદાના સંસ્કારમાં નહીં મળ્યું હોય! કે પછી મારી અપેક્ષા વધારે છે? કે હવે એજ્યુકેશન વધતા આપણે ખોરાકની સાત્વિકતા કરતા ન્યુટ્રિશનલ વેલ્યુ પર વધુ ફોકસ કરતા થઈ ગયા? કે આપણે એવું માની લીધું છે કે રોજિંદી વાતચીતમાં "દહીં" ના બદલે "કર્ડ" શબ્દ (thanks to our changed education tradition) વાપરવાથી નુકસાન નહીં કરે.!
* આ એ જ પેઢી છે જે ઓપીડી સુધી આવવા લાગી છે, 20 વર્ષની ઉંમરમાં સાંધામાંથી અવાજ આવવો; 30 વર્ષે 60 વર્ષ જેટલા સાંધાઓ ઘસાઈ જવા, ચાઈલ્ડ ઓબેસીટી, નવા નવા ઓટો ઈમ્યૂન ડીસીઝ થવા, 35 વર્ષે બીપી ડાયાબીટીસ, 25 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેક આવવા..
* સ્વસ્થ સમાજ, સ્વસ્થ વ્યક્તિ..
હવે પરિવાર નાનો થઈ ગયો છે, હમ દો હમારે દો એ વધુ થઈ ગયું છે. 2 પેઢી પહેલા એકાદ ભાનરડું નાની ઉંમરમાં મરી જતું તો પણ ચાર પાંચ સંતાનો બચતા. મા બાપ પહેલા મારતા નહીં, ઢીબી નાખતા પણ હવે એકના એક સંતાનના જમાનામાં જન્મની સાથે જ સ્પૂન ફીડિંગ અને પેમ્પરિંગ વચ્ચે બાળકને ખીજાવાનું નહીં, સારી ખરાબ બધી ખવાઈશ પૂરી કરવી, ટીવી મોબાઈલ યુટ્યુબ માં તલ્લીન કરી જમાડવાં; પહેલા મા બાપ શાળામાં માસ્તર ને સામેથી કહેતા કે આને મારીને સીધો કરી નાખજો, હવે આજની સ્કૂલમાં ટીચર બાળકને મારે તો સ્કૂલ પર કેસ થઈ જાય! ટુંકમાં નવી પેઢીમાં જીવનની જીવવાની સ્કિલ્સ અને stress-bearing capacity સાવ નહીવત છે. એટલે તો છાપામાં સાવ નાની વાતમાં ટીનેજર્સના સુસાઇડના કિસ્સાઓ અવારનવાર વાંચવા મળી જાય છે. Well educated ભણેલ વધી ગયા છે પણ well trained ગણેલ બની શકતા નથી..
-
વૈદ્ય હેમલકુમાર ડોડિયા 'અક્ષ'
આસિસ્ટન્ટ પ્રોફેસર
સરકારી આયુર્વેદ કૉલેજ અને હોસ્પિટલ
વડોદરા
આપનો શું અભિપ્રાય છે? આ યુગ પરિવર્તન ને યોગ્ય દિશા મળે એ માટે આપનું શું મંતવ્ય છે?
Comments
Post a Comment