કબજિયાત
કબજિયાત શું છે?
બીજું કંઈ નહીં,
"શરીરે" કરેલો "મળનો લોભ"...
મનમાં એટલા લોભ સાથે જીવન જીવાતું હોય, કે ધીરે ધીરે શરીરને પણ લાગવા લાગે કે આપણે તો બસ "ભેગુ જ કરવાનું" છે...
જ્યારે પેટ સહેલાઇ થી સાફ થવું એટલે દાન... મુક્તિ... લઘુતા... હાશ...
બીજું કે લાલચ ના કારણે
"ખાવા માટે જીવવાની" એવી ટેવ પડી ગઈ છે કે
ત્રણેય ટાઈમ જમી જ લેવું છે! પછી ભલે પેટ ખાવાનું માંગતું જ ના હોય! કે ભૂખ લાગી જ ના હોય!
બસ "ખાવાનો સમય" સચવાવવો જોઈએ.. ખાવાનું "કામ" પતવું જોઈએ..
ત્યારે કાચા, અધકચરા ને પચેલા ખોરાક ને મળની ગાડીઓનો થતો ટ્રાફીક જામ એટલે
"કબજિયાત"..
Comments
Post a Comment