Posts

Showing posts from June, 2023

કબજિયાત

કબજિયાત શું છે? બીજું કંઈ નહીં,  "શરીરે" કરેલો "મળનો લોભ"... મનમાં એટલા લોભ સાથે જીવન જીવાતું હોય, કે ધીરે ધીરે શરીરને પણ લાગવા લાગે કે આપણે તો બસ "ભેગુ જ કરવાનું" છે... જ્યારે પેટ સહેલાઇ થી સાફ થવું એટલે દાન... મુક્તિ... લઘુતા... હાશ... બીજું કે લાલચ ના કારણે "ખાવા માટે જીવવાની" એવી ટેવ પડી ગઈ છે કે ત્રણેય ટાઈમ જમી જ લેવું છે! પછી ભલે પેટ ખાવાનું માંગતું જ ના હોય! કે ભૂખ લાગી જ ના હોય! બસ "ખાવાનો સમય" સચવાવવો જોઈએ.. ખાવાનું "કામ" પતવું જોઈએ.. ત્યારે કાચા, અધકચરા ને પચેલા ખોરાક ને મળની ગાડીઓનો થતો ટ્રાફીક જામ એટલે  "કબજિયાત".. Watch on Instagram

સુવાની દિશા Insta

નમસ્કાર  કઈ દિશા માં સૂવું જોઈએ ?   આયુર્વેદ અનુસાર (પુરાણ, વાસ્તુ અને અન્ય ભારતીય શસ્ત્રો અનુસાર પણ ) દક્ષિણ કે પૂર્વ દિશામાં માથું રહે એ રીતે સૂવું જોઈએ...   કારણ1  : પૃથ્વીના   મેગ્નેટિક ફિલ્ડ માં પૃથ્વી ની સપાટી પર આ કરંટ દક્ષિણ  થી ઉત્તર બાજુ હોય છે.. ઉત્તર દિશામાં સુવાથી મગજ તરફ રક્ત પ્રવાહ વધે છે જ્યારે પગ બાજુ લોહી પહોંચાડવા હ્રદય ને against gravitation જેવુ કામ કરવું પડે.. આમ હ્રદય અને મગજ આ બે મુખ્ય અંગો ને ધીમું નુકશાન થાય    બીજું કે આપણાં લોહી માં જે લોહ તત્ત્વ(iron) છે એ પણ આ ફિલ્ડ ના કારણે ઉત્તર બાજુ આકર્ષિત રહે છે અને એવું જ નુકશાન થાય છે    પૃથ્વી પોતાની ધરી ઉપર  પશ્ચિમ થી પૂર્વ    ફરી રહી છે, પૂર્વ માં માથું હોય તો સહેલાઈથી રક્ત પ્રવાહ પગ સુધી જઇ  શકે..    આમ સુવામાં માથાની  દિશા  આ પ્રમાણે રાખવી .    North           < West       <East            <  South Worst  ...

વર્ડ એન્વાયરમેન્ટ ડે

પર્યાવરણ: પરિ એટલે કે ચારે બાજુ, આવરણ એટલે સ્તર. ટૂંકમાં આપણે જીવીએ છીએ એની આજુબાજુની બધી જ વસ્તુ અને વાતાવરણ  એટલે પર્યાવરણ.  5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે આપને આટલા બદલાવ નક્કી કરીએ અને સ્વસ્થ ભવિષ્ય નું નિર્માણ કરીએ. 1. ડેડ ફૂડ, જે ખાદ્ય  પદાર્થો પેકેટ/બોટલમાં મળે છે એ બધાનો ત્યાગ કરીશ.  2. લાઈવ ફૂડ, કુદરતમાંથી મળતા સીધા ખાદ્ય પદાર્થો એટલે કે શાકભાજી ફળફળાદીનો ઉપયોગ કરીશ. રાંધીને બનાવતા ખાદ્યનો વાસી થયા પહેલા તાત્કાલિક ઉપયોગ કરીશ. 3. ઘરમાં હોય એટલી જગ્યામાં ફૂલ, છોડ અને શાકભાજી વાવીશ. (Kitchen/terrace garden) 4. આઉટિંગ માટે માનવ સર્જિત પર્યાવરણ એટલે કે મોલ, સિનેમા, બિલ્ડીંગો અને પોલ્યુશન વાળી જગ્યા નો ઓછામાં ઓછો ઉપયોગ એના બદલે કુદરતી પર્યાવરણ એટલે કે ખુલ્લુ વાતાવરણ, જમીન , નદી, વૃક્ષો, ગાર્ડન, અગાસીનો વધુમાં વધુ ઉપયોગ કરીશ. 5. મારા જીવન માં મારાથી ઉત્સર્જિત જેટલો કચરો કે pollution છે એનાંથી પર્યાવરણ ને ઓછા માં ઓછું નુકશાન કેમ થાય એ વિચારીશ અને એને લગતા ઉપાયો અપનાવીશ. 6. મારા જીવનમાં જેટલી "કુદરત" છે એનાથી  હજુ થોડી વધારીશ.  Watch o...