Posts

એક સત્ય વૈદકિય અવલોકન fb

બે દિવસ પહેલા મારે વડોદરાથી દિલ્હી જવાનું થયું હોય રાતે નવ વાગે રાજધાની ટુ ટાયર એસી મા ટિકિટ હતી. મારી સામેની અને બાજુની બર્થ માં બે ગુજરાતી પરિવાર ફરવા જઈ રહ્યા હતા. બંને પરિવાર સુખ સંપન્ન અને વેલ એજ્યુકેટેડ હતા. એમાંથી એક પરિવાર ની છ વર્ષની દીકરી હતી. ઓબ્વીઅસ્લી દીકરી સ્માર્ટ, ક્યૂટ અને વેલ મેનર્ડ હતી. પણ પહેલા જ નિરીક્ષણમાં એના દાંત અને ચેહરાની ત્વચા પર સ્પષ્ટ વિકૃતિ દેખાતી હતી, કોઈ સરળતાથી કહી શકે કે કૃમિ- કરમીયા હશે. (આયુર્વેદમાં રોગીની પરીક્ષા- examination હોય એમાં દર્દીને પ્રશ્ન પૂછતા પહેલા પણ દર્દીના દેખાવ, શરીર પ્રમાણ, ચાલ, હાવભાવ, બલ વર્ણ વગેરેથી "દર્શન પરીક્ષા" કરવાની હોય. સરકારી આયુર્વેદ દવાખાના અને હોસ્પિટલમાં હવે દર્દીઓની ખાસ્સી ભીડ રહેતી હોય છે અને એક દર્દી દીઠ દેવાતો સમય પણ ઓછો હોય ત્યારે આ પરીક્ષા ખૂબ કામમાં આવે. લોકોની વચ્ચે સાવ નવરાશ હોય એવો સમય આમ તો મળે નહીં પણ પણ આવો સમય મળે તો માત્ર દર્શન પરીક્ષાનો હું મહાવરો કરતો હોવ, જેમકે જે તે  અજાણી વ્યક્તિનો સ્વભાવ, લાઈફ સ્ટાઈલ, પેટ કેવું હશે? નિદાનો કેવા હશે? અજીર્ણ ક્યુ હશે? ક્યાં રોગો હશે? ભવિષ્યમાં કયા રોગો થવ...

જમ્યા પછી ચાલનારને ચેતાવણી insta

હેલ્થ કોન્શિયસ કહેવાતો એક વર્ગ એવો છે જે જમ્યા પછી ચાલવા નીકળી પડે છે અને આને બહુ હેલ્થી આદત માને છે. અને આની પુષ્ટી માટે "આયુર્વેદ માં તો કીધું છે..." નો સહારો તો કોઈ પણ લઈ લે છે(જેને "આયુર્વેદ" ના "અ" ની પણ ખબર ન હોય). ટૂંકમાં આ બહુ ગંભીર આદત છે, આ આદત વાળાને બહુ નાની ઉંમરમાં હાડકા, સાંધા અને સ્નાયુ ના રોગો થતા હજારો દર્દીના પ્રત્યક્ષ અનુભવ મળે છે. આ ઉપરાંત આમવાત, ગઠિયો વા, ચામડીના રોગો અને પેટના રોગો થઈ શકે છે. વજન, ડાયાબિટીસ, બીપી અને કોલેસ્ટરોલ પણ વધી શકે છે. ચાલવા વાળા ને પણ આ જ પ્રશ્ન હોય છે કે હું તો આટલું ચાલુ છું,આટલી હેલ્થી લાઇફસ્ટાઇલ છે તો કેમ આવા રોગો મને થયા? તો ચાલો હકીકતમા આયુર્વેદ માં શું કીધું છે? આમાં શું ફેરફાર કરવા? મહત્તમ સ્વાસ્થ્ય લાભ કેમ લેવો એની ચર્ચા કરીએ ચાલવું એ વ્યાયામ છે અને વ્યાયામ હંમેશા ખાલી પેટે થાય. જમ્યા પછી બધા જ પ્રકારના વ્યાયામ નો ત્યાગ કરવો ખોરાક ખાવાથી પાચન તંત્ર એક્ટિવ થાય છે. ખાધેલા ખોરાકની વ્યવસ્થિત સ્થિતિ રાખવાનું, અલગ અલગ સમયે અલગ અલગ પાચક સ્ત્રાવો અને હોર્મોન નો સ્ત્રાવ કરવાનું, ખોરાક ને પાચનના વિવિધ તબક્ક...