Posts

Showing posts from December, 2023

મોજ-એ-દરિયા | “મોજ v/s આનંદ” - પાર્ટ 1

  “ મોજ v/s આન ંદ ” " મજા ક ્યાંથી લ ેવી એ પણ એક હેલ્થી   સ ્કિલ છ ે . .! "   ન્યૂટનનો પહેલો નિયમ કહે છે કે “જ્યાં સુધી વસ્તુ પર બાહ્ય બળ   ના લાગે ત્યાં સુધી વસ્તુ જે સ્થિતિમાં ( સ્થિર હોય તો સ્થિર અને ગતિમાન હોય તો ગતિમાન)   રહેશે...” આ વસ્તુ પરનો નિયમ માણસ, મન, વિચારસરણી અને આપણા જીવન પર પણ એટલો જ લાગુ પડે છે.. આપણે આપણું જીવન જીવીએ જ છીએ પણ આપણી વિચારધારા અને આપણાં   દૃષ્ટિકોણ થી.. પણ જીવનમાં અમુક બનાવો બને અથવા કોઈ સારું પુસ્તક મળે કે કોઈ જ્ઞાની મળે તો ચોક્કસ આ વિચારધારા અને દૃષ્ટિકોણ, ને એકંદરે જીવન બદલાય છે. ટૂંકમાં, આપણે આપણાં જીવન, આપણી   દિશા, વિચારો, કાર્ય   ને “ AS A THIRD   PERSON ”   જોવું પડે, નહીં તો વર્ષો જીવ્યા પછી છેલ્લે જ્ઞાન થાય ને “હવે જીવનમાં વર્ષો બચ્યા જ કેટલા?” અથવા   “ अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत ” નો ભાવ જાગે..   આજનો આ આર્ટીકલ પણ આવો જ “એક વિચાર” છે.. બને એટલા સરળ શબ્દો માં લખેલ છે છતાં જરૂર પડે 2 વાર વાંચજો. મારો દાવો છે કે આ તમારા જીવનમાં અને અભિગમ માં ચોક્કસ બદલાવ આવશે.. ...