એક સત્ય વૈદકિય અવલોકન fb
બે દિવસ પહેલા મારે વડોદરાથી દિલ્હી જવાનું થયું હોય રાતે નવ વાગે રાજધાની ટુ ટાયર એસી મા ટિકિટ હતી. મારી સામેની અને બાજુની બર્થ માં બે ગુજરાતી પરિવાર ફરવા જઈ રહ્યા હતા. બંને પરિવાર સુખ સંપન્ન અને વેલ એજ્યુકેટેડ હતા. એમાંથી એક પરિવાર ની છ વર્ષની દીકરી હતી. ઓબ્વીઅસ્લી દીકરી સ્માર્ટ, ક્યૂટ અને વેલ મેનર્ડ હતી. પણ પહેલા જ નિરીક્ષણમાં એના દાંત અને ચેહરાની ત્વચા પર સ્પષ્ટ વિકૃતિ દેખાતી હતી, કોઈ સરળતાથી કહી શકે કે કૃમિ- કરમીયા હશે. (આયુર્વેદમાં રોગીની પરીક્ષા- examination હોય એમાં દર્દીને પ્રશ્ન પૂછતા પહેલા પણ દર્દીના દેખાવ, શરીર પ્રમાણ, ચાલ, હાવભાવ, બલ વર્ણ વગેરેથી "દર્શન પરીક્ષા" કરવાની હોય. સરકારી આયુર્વેદ દવાખાના અને હોસ્પિટલમાં હવે દર્દીઓની ખાસ્સી ભીડ રહેતી હોય છે અને એક દર્દી દીઠ દેવાતો સમય પણ ઓછો હોય ત્યારે આ પરીક્ષા ખૂબ કામમાં આવે. લોકોની વચ્ચે સાવ નવરાશ હોય એવો સમય આમ તો મળે નહીં પણ પણ આવો સમય મળે તો માત્ર દર્શન પરીક્ષાનો હું મહાવરો કરતો હોવ, જેમકે જે તે અજાણી વ્યક્તિનો સ્વભાવ, લાઈફ સ્ટાઈલ, પેટ કેવું હશે? નિદાનો કેવા હશે? અજીર્ણ ક્યુ હશે? ક્યાં રોગો હશે? ભવિષ્યમાં કયા રોગો થવ...