જમ્યા પછી ચાલનારને ચેતાવણી insta
હેલ્થ કોન્શિયસ કહેવાતો એક વર્ગ એવો છે જે જમ્યા પછી ચાલવા નીકળી પડે છે અને આને બહુ હેલ્થી આદત માને છે. અને આની પુષ્ટી માટે "આયુર્વેદ માં તો કીધું છે..." નો સહારો તો કોઈ પણ લઈ લે છે(જેને "આયુર્વેદ" ના "અ" ની પણ ખબર ન હોય). ટૂંકમાં આ બહુ ગંભીર આદત છે, આ આદત વાળાને બહુ નાની ઉંમરમાં હાડકા, સાંધા અને સ્નાયુ ના રોગો થતા હજારો દર્દીના પ્રત્યક્ષ અનુભવ મળે છે. આ ઉપરાંત આમવાત, ગઠિયો વા, ચામડીના રોગો અને પેટના રોગો થઈ શકે છે. વજન, ડાયાબિટીસ, બીપી અને કોલેસ્ટરોલ પણ વધી શકે છે. ચાલવા વાળા ને પણ આ જ પ્રશ્ન હોય છે કે હું તો આટલું ચાલુ છું,આટલી હેલ્થી લાઇફસ્ટાઇલ છે તો કેમ આવા રોગો મને થયા? તો ચાલો હકીકતમા આયુર્વેદ માં શું કીધું છે? આમાં શું ફેરફાર કરવા? મહત્તમ સ્વાસ્થ્ય લાભ કેમ લેવો એની ચર્ચા કરીએ ચાલવું એ વ્યાયામ છે અને વ્યાયામ હંમેશા ખાલી પેટે થાય. જમ્યા પછી બધા જ પ્રકારના વ્યાયામ નો ત્યાગ કરવો ખોરાક ખાવાથી પાચન તંત્ર એક્ટિવ થાય છે. ખાધેલા ખોરાકની વ્યવસ્થિત સ્થિતિ રાખવાનું, અલગ અલગ સમયે અલગ અલગ પાચક સ્ત્રાવો અને હોર્મોન નો સ્ત્રાવ કરવાનું, ખોરાક ને પાચનના વિવિધ તબક્ક...