નૂતન વર્ષાભિનંદન રિઝોલ્યુશન ૨૦૮૦ વિ. સં.
1. હું સૂર્યોદય પેહલા ઉઠીશ, કુદરતી સકારાત્મક વાઈબ્રેશનનો લાભ લઈશ. 2. હું રોજ ના ઓછામાં ઓછાં, 5000 સ્ટેપ્સ ચાલીશ. જ્યાં સુધી ટાર્ગેટ પૂરો ના થાય, રાતે જમીશ નહિ 3. આખું વર્ષ હું જીભ ને પૂછીને નહિ, પણ પેટ ને પૂછી ને, ખાવાના નિર્યણ લઈશ 4. હું મનને એ રીતે કેળવીશં, કે ઘર નું ખાવાનું અને બહાર નું ફાસ્ટ ફૂડ, ઓપ્શન માં હોય તો, અંતરથી ઘરનું ખાવાનું પસંદ કરીશ. 5. હું કુદરતી વસ્તુ નો ઉપયોગ વધારીશ, પેક ફૂડ, આર્ટિફિશિયલ સ્વાદને ના કહીશ. 6. ઈચ્છાઓ, વર્કલોડ, માન, લાલચ, ચિંતા, ભય ને કાબૂ કરીને, શારીરિક અને માનિસક સ્વાસ્થ્યને મજબૂત કરીશ. વિક્રમ સંવત ૨૦૮૦ના મંગલમય વર્ષ માં, આપનાં જીવનમાં ધન, ધાન્ય, સુખ, આરોગ્ય અને સમૃદ્ધિ સાથે, ઇશ્વરનાં અનંત આશીર્વાદ સદાય રહે એવી શુભેચ્છાઓ સહ.. નૂતનવર્ષાભિનંદન... Watch on Instagram