રોગપ્રતિરક્ષણમાં આયુર્વેદ - 1st price winning reel script
"મેં કોલ્ડ્રિંક્સ પીધું ને શરદી થઈ ગઈ" મેં ચાઇનીઝ ખાધું ને એસિડિટી થઈ ગઈ" આ બધું બહુ તુચ્છ વિચારો છે... આઇસ્ક્રીમ કે ચાઈનીઝ ખાવાનો વિચાર જ કેમ આવ્યો? તમે તમારી જાતને રોકી કેમ ના શક્યા? તમને બીમાર થવાના જુના અનુભવો યાદ નથી? કંઈ પણ નિદાન પહેલા તમારા અંતરાત્મામાંથી અવાજ આવ્યો હશે એને તમે અવગણીયો એટલે બીમાર પડ્યા. તમે આંખ જીભ જેવી ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત થયા એટલે બીમાર થયા. શારીરિક અને માનસિક રોગોમાં માત્ર પંચભૌતિક નિદાન પરિવર્જન થી રક્ષણ મળતું નથી , શરીરની હાયર ઓથોરિટી એટલે કે આત્મા મન ઇન્દ્રિયો ને સમજવું જરૂરી છે સાથે પ્રકૃતિ કુદરત ના પરિવર્તન, કાળ ને ઋતુ સાથે જીવંત રહેવું આવશ્યક છે પછી તો રોગો તમારા સુધી આવશે પણ તમને બીમાર નહિ કરે કારણ કે આયુર્વેદ વર્ણિત સહજ, યુક્તિકૃત, કાલજ બલ, દિનચર્યા, ઋતુચર્યા, રસાયન, આચાર રસાયન એ રોગોની સામે સિલ્ડ નું કામ કરે છે... એ "જીવ" હૈ ઇઝી જીના યહા... જરા હટકે... જરા બચકે... યે હૈ "જીવન" મેરી જાન... Watch on YouTube